વધારે પ્રોટીન લેવાથી તમારી કિડનીને અસર થઈ શકે છે. શરીરમાં પ્રોટીનનું વધારે પ્રમાણ કિડની સ્ટોનની સાથે-સાથે કિડની ડેમેજનો ખતરો વધારી શકે છે.
મોટાભાગે લોકો વજન ઘટાડવા માટે પ્રોટીનનો ઉપયોગ કરે છે. જો કે તેને વધારે પ્રમાણમાં લેવાથી વજન વધી પણ શકે છે. જેથી શરીરમાં ફેટનું પ્રમાણ વધી શકે છે.
હાઈ પ્રોટીન ડાયટ લેવાથી યુરિક એસિડ વધી શકે છે. જેથી હાડકા નબળા પડે છે અને સાંધામાં દુખાવો થાય છે. આવી સમસ્યા થવા પર પ્રોટીન ઈનટેક ઓછું કરી નાંખો.
વધારે પ્રોટિન લેવાથી શરીરમાં કેલ્શિયમની કમી થઈ શકે છે, જે ઓસ્ટિયોપોરોસિસનું કારણ બની શકે છે.
વધારે પ્રોટીન લેવાથી હાર્ટને પણ નુક્સાન થઈ શકે છે. વધારે પ્રોટીન લેવાથી શરીરમાં ટ્રાન્સફેટ અને સેચ્યૂરેટેડ ફેટ વધે છે. જેથી હાર્ટ સબંધી સમસ્યા થઈ શકે છે.