પીરિયડ્સ દરમિયાન મહિલાઓને કાયમ થાય છે આ સમસ્યા, જાણો તેનું કારણ


By Sanket M Parekh2023-05-03, 16:02 ISTgujaratijagran.com

પીરિયડ્સના સમયે સ્પોટિંગ

સ્પૉટિંગ અથવા ભારે રક્તસ્ત્રાવનો અનુભવ થાય, તો તમારે તાત્કાલીક તબીબનો સંપર્ક કરવો જોઈએ. જેના કેટલાક કારણ હોઈ શકે છે, જેમ કે તણાવ, ગર્ભાશય ફાઈબ્રએડ, દવામાં ફેરફાર, અસંતુલિત હોર્મોન અથવા ગર્ભપાત.

પ્રીમેન્સ્ટ્રૂઅલ ડિસ્ફોરિક ડિસઑર્ડર

પીરિયડ્સ પહેલા અને પીરિયડ્સ દરમિયાન મહિલાઓ મૂડ સ્વિંગનો અનુભવ કરે છે. જો તમે ચીડિયાપણુ, તણાવના લક્ષણોનો અનુભવ કરો છો, તો પીમેન્સ્ટૂઅલ ડિસ્ફોરિક ડિસઑર્ડરથી પીડિત હોઈ શકો છો.

પેઈનફૂલ પીરિયડ્સ

પીરિયડ્સ દરમિયા બ્લીડિંગની સાથે દુખાવાની સમસ્યા પણ હોઈ શકે છે. આવું એટલા માટે થાય છે કે, તમારું ગર્ભાષણ પીરિયડ્સ શરૂ થવા સાથે સંકોચાવા લાગે છે.

વધારે પડતું બ્લીડિંગ

પીરિયડ્સ દરમિયાન વધારે પડતુ બ્લીડિંગ સૌથી સામાન્ય તકલીફ છે. આ સમસ્યા યોનિમાં ઈન્ફેક્શન, ગર્ભાશના મુખ પર સોજો અથવા ડાયટમાં બદલાવના કારણે થઈ શકે છે.

પ્રીમેન્સ્ટ્રૂઅલ સિન્ડ્રોમ

પ્રી-મેન્સ્ટ્રૂઅલ સિન્ડ્રોમ થકી પીરિયડ્સ શરૂ થવાના 1-2 સપ્તાહ પહેલા થાય છે. જેથી ખ્યાલ આવે છે કે, પીરિયડ્સ ડેટ આવી રહી છે. જેમાં કેટલીક મહિલાઓને અનેક પ્રકારની શારીરિક સમસ્યા થાય છે.

લીંબુનો રસ લગાવવાથી વાળને થાય છે આ અદ્દભૂત ફાયદા, આ રીતે ઉપયોગ કરવાથી સમસ્યા થશે દૂર