By Sanket M Parekh2023-05-03, 16:02 ISTgujaratijagran.com
વાળને સ્મૂથનેસ આપે છે
લીંબુ બરછટ વાળમાંથી છૂટકારો અપાવવામાં સહાયક છે. તેમાં રહેલા પોષક તત્ત્વો વાળને સ્મૂથ કરવા સાથે સ્કેલ્પ્સને મોઈશ્વરાઈઝ કરવામાં મદદ કરે છે. જેથી વાળ સિલ્કી બને છે.
ડેન્ડ્રફથી છૂટકારો
લીંબુ એસિડિક હોવાની સાથે તેમાં કેટલાક ઔષધીય ગુણો હોય છે, જે વાળમાંથી ડેન્ડ્રફ અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને તેને મજબૂતી આપે છે.
વાળ મજબૂત બને છે
લીંબુને વાળમાં લગાવવાથી સ્કેલ્પ્સને પોષણ મળે છે, પરંતુ તેમાં કોકોનેટ અથવા સરસવનું તેલનું મિક્સ કરીને વાળમાં લગાવો. જે વાળને મજબૂતી આપવા સાથે તેના વિકાસમાં મદદ કરે છે.
વાળમાં શાઈનિંગ
લીંબુમાં રહેલા પોષક તત્વો વાળને પોષણ આપવા સાથે તેને મોઈશ્વરાઈઝ કરે છે. જેથી વાળ કુદરતી રીતે કાળા અને શાઈની બને છે.
ડેમેજ વાળ માટે
લીંબુ વાળને પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી થતાં નુક્સાનથી બચાવે છે. જેમાં રહેલા પોષક તત્વો ડેમેજ વાળને પોષણ પૂરુ પાડવામાં મદદ કરે છે.
ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે વાળમાં આ રીતે લગાવો નારિયેળનું તેલ