ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે વાળમાં આ રીતે લગાવો નારિયેળનું તેલ


By Sanket M Parekh2023-05-03, 15:51 ISTgujaratijagran.com

નારિયેળનું તેલ અને કપૂર

નારિયેળનું તેલ અને કપૂરને સાથે લગાવવાથી ડેન્ડ્રફથી રાહત મળી શકે છે. આ માટે નારિયેળના તેલમાં કપૂર મિલાવીને તેને વાળમાં લગાવો. આમ કરવાથી ડેન્ડ્રફ ઓછા થવાની સાથે સ્કેલ્પની ગંદકી પણ નીકળે છે.

મસાજ કરો

ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે નારિયેળના તેલથી વાળને હૉટ મસાજ કરો. જેથી વાળ ખરવાની સમસ્યા ઓછી થવાની સાથે ડેન્ડ્રફની સમસ્યામાં પણ રાહત મળે છે.

નારિયેળનું તેલ અને લીંબુ

નારિયેળનું તેલ અને લીંબુને એકસાથે વાળમાં લગાવવાથી ડેન્ડ્રફથી સમસ્યામાં રાહત મળે છે. આમ કરવાથી સ્કેલ્પની અંદરની સફાઈ થાય છે, જેથી ડેન્ડ્રફ ઓછા થઈ જાય છે.

નારિયેળ તેલ અને જોજોબા ઑઈલ

જો તમે ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન હોવ, તો એવામાં નારિયેળના તેલની સાથે જોજોબા ઑઈલને મિલાવીને હળવા હાથે મસાજ કરો. જેથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે.

નારિયેળનું તેલ અને રોજમેરી ઑઈલ

નારિયેળના તેલમાં રોજમેરી ઑઈલના થોડા ટપકા મિક્સ કરીને લગાવવાથી વાળને પોષણ મળે છે. જેથી વાળ હેલ્ધી રહે છે. આ કૉમ્બિનેશનને લગાવવાથી તમે ડેન્ડ્રફથી રાહત મેળવી શકો છો.

વજન ઘટાડવા માટે આ 5 રીતે દૂધીનું સેવન કરો