By Hariom Sharma2023-05-03, 11:00 ISTgujaratijagran.com
દૂધીનું પાણી
દૂધીનું પાણી વજન ઘટાડે છે સાથે જ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. આને બનાવવા માટે દૂધીના નાના ટૂકડા કરો અને તેમાં ફુદીનો, ધાણા, મર મિક્સ કરીને બોટલમાં ભરી લો. તેને પીવાથી વજન ઘટે છે.
દૂધીનું શાક
વજન ઘટાડવા માટે થોડા દિવસ સુધી દૂધીનું શાક ખાવો. આમાં ફાયબર હોય છે, જે ભૂકને ઘટાડે છે, જેનાથી તમે ઓવરઇટિંગથી બચી શકો છો. આનાથી વજન સરળતાથી ઘટે છે.
દૂધીનો સૂપ
વધતા વજનને કંટ્રોલ કરવા માટે દૂધીનો સૂપ પીવો પણ એક સારો વિકલ્પ છે. દૂધીને પાણીમાં ઉકાળીને સૂપ બનાવો અને થોડા દિવસો સુધી તેને પીવો, આનાથી બેલી ફેટ ઘટે છે.
દૂધીની છાલ
દૂધીનું સેવન કર્યા પછી તેની છાલ ના ફેંકો. આની છાલ પણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આમાં ફાયબર હોય છે. તમે છાલની ચટણ બનાવીને પણ ખાઇ શકો છો.