ચહેરા પર સ્ટિમ (વરાળ) લેવાથી મળે છે આ ફાયદા


By Hariom Sharma2023-05-02, 19:46 ISTgujaratijagran.com

બ્લેકહેડ્સથી છુટકારો

ચહેરા પર સ્ટિમ લેવાથી તમારા ફેસના પોર્સ ખૂલી જાય છે, આનાથી બ્લેકહેડ્સ સાફ કરવામાં સરળતા રહે છે. બ્લેકહેડ્સ કાઢવા માટે 10 મિનિટ સુધી સ્ટિમ કરો અને ત્યાર બાદ ફેસને સ્ક્રબ કરો.

કરચલીઓ ઘટશે

ચહેરા પર સ્ટિમ લેવથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે. બ્લડ સર્ક્યુલેશન સારું રહેવાના કારણે ચહેરાનું કોલેજન પણ સુધરે છે. સ્ટિમ લેવાથી ફેસની કરચલીઓ ઝડપતી ઘટવા લાગે છે.

એક્ને અને ખીલમાં રાહત

જ્યારે ચહેરા પર પોર્સ બંધ થઇ જાય છે અને તેમાં વધારે પડદી ગંદકી જમા થવા લાગે છે, આના કારણે ચહેરા પર ખીલ થવા લાગે છે. સ્ટિમ લેવાથી ચહેરાના પોર્સ ખૂલે છે અને ગંદકી સાફ થાય છે.

સ્કિન હાઇડ્રેટ રાખે છે

ત્વચાની હાઇડ્રેશન માટે તમે સ્ટિમ લઇ શકો છો. હાઇડ્રેટ રહેવાથી ત્વચામાં ઇલાસ્ટિસિટી બનેલી રહે છે. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ખૂજ પાણી પવું અથવા ફેસ પર સ્ટિમ લેવું.

સ્કિન પોર્સ ખૂલે છે

ચહેરા પર સ્ટિમ લેવાથી પોર્સ ખૂલે છે અને ચહેરા પર જમા ગંદકી સાફ થાય છે. વધારે પડતી ગંદકી હોવાથી ફેસ પર ખીલ અને બીજી ઘણી સમસ્યા થઇ શકે છે.

ફ્રિજમાં રાખેલું ભોજન ખાવાથી શું નુકસાન થાય છે, જાણો