શરીરના વિકાસ માટે પ્રોટીન ખૂબજ જરૂરી છે અને તેની ઉણપ ઘણી સમસ્યાઓમાં થઈ શકે છે. ચાલો જાણીએ કે શરીરમાં પ્રોટીનની ઉણપ હોય ત્યારે શું થાય છે.
પ્રોટીનની ઉણપોને કારણે સ્નાયુઓ નબળા પડી જાય છે અને તેમાં દુખાવો થઈ શકે છે.
પ્રોટીનની ઉણપને કારણે શરીરમાં પાણી જમા થાય છે. જેના કારણે પગની ઘુંટી અને પગમાં સોજો આવે છે. તેનાથી વજન પણ વધી જાય છે.
પ્રોટીનની ઉણપને કારણે શરીરમાં લાલ રક્તકણો યોગ્ય રીતે બનતા નથી, જેણા કારણે લોહીની ઉણપ થાય છે અને તમે એનીમિયાનાં શિકાર પણ બની શકો છો.
પ્રોટીનની ઉણપને કારણે શરીર નબળું પડી જાય છે અને થાક વધે છે, જેનાથી ચેપ સંબંધિત રોગો થઈ શકે છે.
શરીરમાં પ્રોટીનની ઉણપ લીવર પર પણ ખરાબ અસર કરે છે. લીવરનું કામ બગડે છે અને જો આ ઉણપને દૂર કરવામાં ન આવે તો લીવર ફેલ થવાની શક્યતા વધી જાય છે.
પ્રોટીનની ઉણપને કારણે શરીરમાં ઘા ધીમે ધીમે રુજાય છે. જેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે અને નખ નબળા પડી જાય છે.
પ્રોટીનની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે. જેના કારણે જાડા વાળ પણ હળવા અને પાતળા દેખાવા લાગે છે. આ ઉણપને દૂર કરવા માટે તમે દૂધ-દહીં, સોયાબીન, દાળ, કઠોળ વગેરેનો ઉપયોગ કરી શકો છો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.