પાચન સુધારવા આ 5 ફાઈબરયુક્ત ખોરાકને તમારા આહારમાં સામેલ કરો


By Vanraj Dabhi19, Sep 2024 04:45 PMgujaratijagran.com

પાચન સુધારવાના ખોરાક

ખોટી ખાણી પીણી અને ખરાબ જીવનશૈલીના કારણે ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પેટ સંબધિત સમસ્યાઓથી બચાવા શું કરવું જરુરી છે.

ફાયબરયુક્ત ખોરાક

ડાયેટિશિયન શિવાલી ગુપ્તા અનુસાર ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી આંતરડામાં રહેલા ટોકિસન્સ દૂર થાય છે. જે કબજિયાત, અપચો અને પેટ સંબધિત ઘણી સમસ્યાઓથી બચાવે છે.

કઠોળ ખાઓ

તમે આહારમાં કઠોળ, ચણા અને રાજમા જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. તેમા ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. તમે કેટલાક કઠોળ અને ચણાને પલાળી શકો છો અને તેને ખાઈ શકો છો.

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા અને રેસાવાળા શાકભાજીમાં સારી માત્રામાં ફાઈબર જોવા મડે છે. આવી સ્થિતિમાં તમે તમારા આહારમાં ગાજર, કોબીજ, બીટરુટ વગેરનો સમાવેશ કરી શકો છો.

ઘઉં ખાઓ

ઘઉંમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારે રોટલી ખાવી જ જોઈએ. જો તમે ઈચ્છો તો, તમે ઘઉંને પલાળી શકો છો અને તેને ખાઈ શકો છો.

બ્રોકલી ખાઓ

બ્રોકલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેમાં વિટામિન C, વિટામિન K, અને ફોલિક જેવા પોષક તત્વો હોય છે. બ્રોકલીમાં હાજર ફાઈબલ સ્વસ્થ આંતરડાને ટેકો આપે છે, અને સ્વસ્થ આંતરડાની માઈક્રોબાયોમ બનાવવામાં મદદ કરે છે.

બદામ ખાઓ

બદામમાં ફાઈબર મળી રહે છે. વધુમાં, તેમાં તંદુરસ્ત ચરબી અને પ્રોટીન પણ હોય છે. તે પેટને ભરેલું રાખે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Green Tea Bag: ગ્રીન ટી બેગનો ફરીથી ઉપયોગ કરવાની રીતો