ઘણા લોકો ગ્રીન ટીની બેગ ચા પીધા પછી ફેંકી દેતા હોય છે, પરંતુ તેનો ફરીથી કેવી રીતે ઉપયોગ કરી શકાય તે વિશે અમે તમન વિગવાર માહિતી આપીશું.
ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો ધરાવે છે, તેથી તેનો ફરીથી ઉપયોગ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે, ચાલો જાણીએ.
ગ્રીન ટીમાં ઉપયોગમાં લેવાય ગયેલી બેગ ઠંડીકરીને ખીલ વાળી જગ્યા પર રાખવાથી તે લાલાસ કે સોજો ઘટાડી શકે છે.
ગ્રીન ટીની બેગમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર હોય છે તેથી તેને ત્વચા પર ઘસવાથી તે એક્ફોલિયન્ટ તરીકે કામ કરે છે. જે મૃત કોષોને દૂર કરી ત્વચા પર ગ્લો લાવે છે.
હૂંફાળા પાણીમાં થોડીક ગ્રીન ટીની બેગ નાખીને તમારા પલાળી રાખવાથી થાક, પગનો દુખાવામાં રાહત આપે છે.
ગ્રીન ટીની તાસીર ઠંટી હોય છે, તેથી તમે સનબર્ન વાળી જગ્યાએ ગ્રીન ટીની બેગને પલાળીને રાખવાથી તમને રાહત મળશે.
ગ્રીન ટી બેગ કુદરતી ગંધનાશકનું કામ કરે છે, તેથી તમે ફ્રીઝ, કબાટ કે બેગની દૂર્ગંધ દૂર કરવા માટે ગ્રીન ટીની બેગનો ફરીથી ઉપયોગ કરી શકો છો.
ગ્રીન ટીમાં રહેલા પોષક તત્વો જમીનને સમૃદ્ધ બનાવીને છોડના તંદુરસ્ત વિકાસ માટે પ્રોત્સાહી કરે છે. તેથી તમે બગીચામાં વાવેલા છોડ માટે ખાતર તરીકે ગ્રીન ટી બેગનો ફરીથી ઉપયોગ કરી શકો છો.
ઘરમાં કાચના બારી કે દરવા તેમજ ઘરના અરિસાની સફાઈ માટે તમે કુદરતી ક્લીનર્સ તરીકે ગ્રીન ટી બેગનો ફરીથી ઉપયોગ કરી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.