રાત્રે ચહેરા પર મુલતાની માટી કેવી રીતે લગાવવી?


By Hariom Sharma18, Sep 2024 09:25 PMgujaratijagran.com

રાત્રે મુલતાની માટી લગાવોં

રાત્રે સુતી વખતે મુલતાની માટી લગાવવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.

ત્વચાને મુલાયમ બનાવે છે

મુલતાની માટીને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે. તેનાથી ચહેરા પર હાજર વધારાનું તેલ દૂર થઈ શકે છે.

મૃત ત્વચાની સમસ્યા દૂર થાય છે.

મુલતાની માટીને રાત્રે ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિનની સમસ્યા દૂર કરી શકાય છે. આનાથી ત્વચા ડાઘ રહિત અને ચમકદાર થાય છે.

મુલતાની માટી કેવી રીતે લગાવવી

સૌ પ્રથમ મુલતાની માટીને ભીની કરી લો. હવે તેમાં 2 ચમચી કાચું દૂધ મિક્સ કરો. આ પેસ્ટને રાત્રે તમારા ચહેરા પર લગાવો.

શુષ્ક ત્વચા માટે ફાયદાકારક

જે લોકોની ત્વચા શુષ્ક હોય છે, તેઓએ રાત્રે સુતી વખતે તામના ચહેરા પર મુલતાની માટી લગાવવી જોઈએ.તે ત્વચા માટે ખુબજ ફાયદા કારક માનવામાં આવે છે.

મુલતાની માટી અને ચંદન પાઉડર

મુલતાની માટીને ચંદનના પાવડરમાં ભેડવીનેં રાત્રે લગાવવી જોઈએ. તમે તેમાં ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો.તે ચહેરાને યુવાન રાખવામાં મદદ કરે છે.

ખીલ દૂર કરવા

જો ચહેરા પર ખીલની સમસ્યા હોયતો મુલતાની માટી લગાવવી ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચાને ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બાથી પણ દૂર કરે છે.

શેર કરો

રાત્રે આ રીતે મુલતાની માટી લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. જો તમને આ વાત ગમી હોય તો શેર કરજો.

Mobile Cover Reuse Idea: જૂના ફોન કવર ફેંકતા પહેલા જોઈ લો આ હેક્સ, પછી આવી ભૂલ ક્યારેય નહીં કરો