મોટાભાગે ફોનના કવર ઝડપથી ખરાબ થઈ જતા હોવાથી આપણે સમયાંતરે તેને બદલતા રહીએ છીએ. આ સિવાય માર્કેટમાં અવનવી ડિઝાઈનના કવર આવતા રહે છે, જેથી આપણે જૂના કવરને સાઈડમાં ફેંકી દેતા હોઈએ છીએ.
ઘરમાં એમને એમ પડી રહેલા જૂના ફોનના કવરનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. જૂના ફોન કવરને ફેંકવાની જગ્યાએ તમે કંઈક અલગ વસ્તુઓ પણ બનાવી શકો છો.
ફોન કવરને ડેકોરેટ કરીને તેની પાછળ તમે કાર્ડને હોલ્ડ કરવા માટે કપડા કે અન્ય વસ્તુ લગાવી શકો છો. જેમાં તમે આઈકાર્ડ અથવા બેંકના ATM કાર્ડ સરળતાથી મૂકી શકો છો.
નાના બાળકોને ગમે ત્યાં લખવાની આદત હોય છે. એવામાં તમે જૂના ફોનના કવરથી નોટ પેડ બનાવી શકો છો. જેની પાછળ બાળક પોતાની ક્રિએટિવિટી કરી શકે છે.
સાબુને નીચે રાખવાથી તે ઝડપથી ઓગળી જતો હોય છે. આથી તમે તમારા જૂના ફોનના કવરથી સોપ ટ્રે બનાવી શકો છો. મોટાભાગના મોબાઈલ કવર પ્લાસ્ટિક મટીરિયલના હોવાથી તે સાબુને બહારના પાણીથી પણ બચાવે છે.
જૂના ફોનના કવરને ડેકોરેટ કરીને ન્યુ લુક આપી શકાય છે. જેમાં તમે પર્લ્સ સહિત અન્ય વસ્તુઓ ડેકોરેટ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો.
મીણબત્તી પીગળે ત્યારે ટાઈલ્સ અથવા તો ટેબલ ખરાબ થઈ જતા હોય છે. એવામાં તમે કેન્ડલની નીચે તમારા જૂના મોબાઈલ ફોનના કવર રાખી શકો છો.