હથેળીઓને ઘસવા જેવી આ સિમ્પલ પ્રેકટીસ શરીર અને માનસિક આરોગ્ય માટે અનેક લાભો આપે છે. આ પ્રેક્ટીસ કરવાથી શરીરની ઊર્જા વધારવા, તણાવ ઘટાડવા, અને શરીરને આરામ આપવા જેવા લાભ અનુભવી શકાય છે.
હથેળીઓમાં એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે જે ઘસવાથી શરીરમાં તાજગી અને ઊર્જા વધે છે, લોહીનો પ્રવાહ પણ સુધરે છે.
હાથને ઘસવાથી શરીરમા હળવી ગરમી ઉત્પન્ન થાય છે જે આંખોનો તણાવ દૂર કરીને તાજગી અને આરામ આપે છે.
હથેળીઓને નિયમિત રીતે ઘસવાથી હાથ અને આંગળીઓની ફ્લેક્સિબિલિટી સુધરે છે, અને પકડ વધુ મજબૂત થાય છે.
શિયાળામાં હથેળીઓને ઘસવાથી શરીર ગરમ રહે છે, જેથી ગરમી જાળવવામાં મદદ મળે છે.
આ પ્રેકટીસ કરવાથી મગજને તરત જ એક્ટીવ રહે છે, જે તમને વધુ સકારાત્મક બનાવે છે.