Potato For Skin: ચહેરા માટે બટાકાનો ઉપયોગ કેવી રીતે કરવો?


By Smith Taral30, Aug 2024 12:41 PMgujaratijagran.com

બટાકા ફક્ત ખાવામાં જ નહિ પરંતુ ત્વચાની સંભાળમાં રાખવામાં પણ અત્યંત ઉપયોગી છે. તેના કુદરતી ગુણધર્મો ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવામા, ત્વચાની ચમક વધારવામાં, અને વિટામિન તથા ખનિજોથી ત્વચાને પોષણ આપવામાં મદદ કરે છે. બટાકાનો રસ, પેસ્ટ સાથેના જુદી જૂદી વસ્તુઓ ઉમેરીને ત્વચાસંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.

બટેકાનો રસ

બટેટાનો રસ તૈયાર કરી તેને ચહેરા પર લગાવીને સુકાવા દો. જ્યારે સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ નાખો. આ ત્વચાને તાજગી અને ચમક આપે છે.

બટાકા અને એલોવેરા

બટાકાના રસમાં થોડું એલોવેરા જેલ ઉમેરો અને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. આથી ચહેરો સુંદર અને સ્વસ્થ બને છે

બટાકા અને દહીં

બટાકાને પીસીને પેસ્ટ બનાવો અને તેમાં હળદર અને દહીં મીક્સ કરી લો. 15 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો, પછી ધોઈ નાખો. આ ત્વચાને માઇશ્ચરાઇઝ કરે છે અને બળતરાને ઘટાડવામાં મદદ કરે છે.

બટાકા અને ટામેટાં

બટાકાના અને ટામેટાના રસને મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ ત્વચાની ચમકને વધારવામાં અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.

બટાકા અને મધ

બટાકા અને મધને મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચાના ડાઘ-ધબ્બા દૂર થાય છે અને ત્વચાની ચમક વધે છે.

બટાકા અને દૂધ

બટાકાના રસ અને દૂધ મિક્સ કરીને ચહેરા પર 10 મિનિટ સુધી રાખો, પછી ધોઈ નાખો. આ ઉપાય ત્વચાને નિખારવા અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે.

બટાકાના ત્વચા પરના ફાયદા

ડાઘ-ધબ્બા ઘટાડવા, ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવવા માટે બટેકાનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે. તે ડાર્ક સર્કલ, વૃદ્ધત્વના લક્ષણો અને ખીલ ઘટાડે છે.

Tulsi Water: સવારે ઉઠીને તુલસીનું પાણી પીવાના 5 ફાયદા જાણી લો