મધ ઔષધિય તત્વોથી ભરપુર હોય છે. જેને લિમિટમાં ખાવાથી શરીરને અનેક જાદુઈ ફાયદા થાય છે. તો ચાલો જાણીએ વધુ પડતું મધ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય?
શરીરને હેલ્ધી રાખવા માટે ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ માટે ડાયટમાં પોષક તત્વોથી ભરપુર ફૂડને સામેલ કરવું જોઈએ.
મધમાં પુરતા પ્રમાણમાં શર્કરા, વિટામિન, ખનીજ અને એમિનો એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માનવામાં આવે છે. જો કે તેને વધુ પડતું ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
મધમાં રહેલ ફ્રુક્ટોઝથી ફેટી લિવર થઈ શકે છે. મધને વધારે પ્રમાણમાં ખાવાથી લિવરમાં ફેટ જમા થવા લાગે છે. જેના પરિણામે લિવર ડેમેજ થવાનો ખતરો વધી જાય છે.
વધારે પ્રમાણમાં મધનું સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડિટી અને ડાયેરિયા જેવી સમસ્યાનો ખતરો વધી જાય છે. જેના પરિણામે પાચનની ગતિ મંદ પડવા માંડે છે.
મધ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જ્યારે વધારે પડતું મધ ખાવાથી બ્લડ પ્રેશર લો થવા લાગે છે. આમ થવા પર વ્યક્તિને ચક્કર આવવા અને થાક લાગવા જેવી સમસ્યા થઈ શકે છે.
વધુ પ્રમાણમાં મધ ખાવાથી શરીરમાં ફેટ અને કેલેરી વધવા લાગે છે. જેના પરિણામે વ્યક્તિને મોટાપાની સમસ્યાનો સામનો કરવો પડે છે. વજન કંટ્રોલ કરવા માટે લિમિટમાં જ મધ ખાવું જોઈએ.
મધમાં નેચરલ સુગર હોય છે. જેના પરિણામે વધુ પડતું મધ ખાવાથી દાંતમાં બેક્ટેરિયા જમા થવા લાગે છે. જેથી દાંતમાં સડો થવા લાગે છે. જેનાથી બચવા માટે દાંતને સારી રીતે સાફ કરવા જોઈએ.