Hot Water Side Effects: આ લોકો માટે ઝેર સમાન છે, ખાલી પેટ ગરમ પાણી પીવું


By Sanket M Parekh25, Mar 2025 03:44 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ

ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માનવામાં આવે છે. જેનાથી વજન ઉતારવાથી માંડીને કૉલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જો કે તમે જાણો છો, કેટલાક લોકો માટે ગરમ પાણી પીવું હાનિકારક નીવડી શકે છે.

ગરમ પાણી પીવાના નુકસાન

આજે અમે આ લેખમાં આપને જણાવીશું કે, કેવા લોકોએ ખાલી પેટ નવસેકુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તેમને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લૉ બ્લડ પ્રેશર

જો તમારું પણ બ્લડ પ્રેશર લૉ રહેતું હોય, તો ખાલી પેટ ગરમ પાણી પીવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન ઝડપી થઈ શકે છે. જેનાથી તમને ચક્કર આવવા સાથે નબળાઈનો અનુભવ થઈ શકે છે.

હાર્ટના દર્દીઓ

વધારે પડતું ગરમ પાણી પીવાથી બ્લડ વેસલ્સ ફેલાઈ શકે છે. જેનાથી અચાનક બ્લડ પ્રેશર ઘટી શકે છે. જે હાર્ટના દર્દીઓ માટે જીવલેણ નીવડી શકે છે.

ખાટા ઓડકાર આવવા પર

જો તમને ખાટા ઓડકાર અને એસિડિટી થઈ રહી હોય, તો ગરમ પાણી પીવાનું ટાળવું જોઈએ. આમ છતાં જો તમે ગરમ પાણી પીવો, તો તમારી સમસ્યા વકરી શકે છે.

અલ્સરના દર્દીઓ

ગરમ પાણી પેટની એસિડિટીને વધારી શકે છે. જેના પરિણામે પેટમાં બળતરા અને દુખાવો થઈ શકે છે. ખાસ કરીને અલ્સરના દર્દીઓએ ગરમ પાણી પીવાનું ટાળવું જોઈએ.

કિડનીના દર્દીઓ

જો તમે કિડની સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો ગરમ પાણી પીવાનું ટાળવું જોઈએ. જેના પરિણામે કિડની સબંધિત બીમારીનો ખતરો વધી શકે છે.

રાત્રે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાતા, નહીં તો પાચનક્રિયામાં...