ફણગાવેલ મેથી ખાવાથી શું થાય છે?


By Vanraj Dabhi15, Sep 2024 05:49 PMgujaratijagran.com

ફણગાવેલ મેથી

ફણગાવેલ મેથીમાં ઘણા પોષક તત્વો હોય છે. ચાલો જાણીએ ડાયટિશિયન કામિની કુમારી પાસેથી, તેનું સેવન કરવાથી શું થાય છે?

પોષક તત્વો

ફણગાવેલ મેથીમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.

બ્લડ શુગર

ફણગાવેલ મેથીમાં ફાઈબર ભરપૂર હોય છે, સવારે તેનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.

વજન ઘટાડે

ફણગાવેલ મેથીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. સવારે ખાવાથી પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે, જે વજન કંટ્રોલ કરે છે.

કોલેસ્ટ્રોલ

મેથીમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. રોજ સવારે અંકુરિત મેથી ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.

પાચન માટે ફાયદાકારક

મેથીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેથી રોજ સવારે અંકુરિત મેથી ખાવાથી કબજિયાત, એસિડિટી, અપચો અને પેટનું ફૂલવું જેવી પાચન સમસ્યાઓથી રાહત મળે છે.

વાળ માટે ફાયદાકારક

ફણગાવેલા મેથીના દાણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી વાળને મૂળથી મજબૂત અને વાળનો વિકાસ કરે છે.

આ રીતે મેથીને તૈયાર કરો

મેથીના દાણાને હુંફાળા પાણીમાં આખી રાત પલાળીને રાખો. હવે સવારે પાણીમાંથી મેથીના દાણા કાઢી લો અને પલાળેલા દાણાને મલમલના કપડામાં બાંધી તમે બીજે દિવસે સવારે અંકુરિત મેથીના દાણા ખાઈ શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Health Tips: એક મહિના સુધી ખાંડ ના ખાવાથી શરીર પર શું અસર થશે?