Health Tips: એક મહિના સુધી ખાંડ ના ખાવાથી શરીર પર શું અસર થશે?


By Sanket M Parekh15, Sep 2024 04:18 PMgujaratijagran.com

આપણી ડાયટનો અગત્યનો ભાગ

ખાંડ આપણી ડાયટનો અગત્યનો હિસ્સો છે. જેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. આ સાથે જ તેનું ગળપણ આપણને ખૂબ જ ભાવે છે.

અનેક સમસ્યાનો ખતરો

આખા દિવસ દરમિયાન લોકો ચા-કૉફી અને મીઠાઈ વગેરેમાં ખાંડનું સેવન તો કરતાં જ હોય છે. આ ઉપરાંત અન્ય પેક્ડ ફૂડમાં પણ ખાંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

એક મહિના સુધી ખાંડ છોડો

વધારે પડતી ખાંડ ખાવી આપણા સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડે છે. આજ કારણોસર ખાંડને સ્વીટ પોઈઝીન કહેવામાં આવે છે. એવામાં જો તમે એક મહિના સુધી ખાંડનું સેવન ના કરો, તો તેની તમારા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

ડાયાબિટીઝનો ખતરો ટળશે

ખાંડનું સેવન તદ્દન ના કરવાથી શરીરમાં ડાયાબિટીઝનો ખતરો ઘટી જાય છે. જેનાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.

થાક અનુભવશો

ખાંડ છોડ્યાના શરૂઆતના દિવસોમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેમ કે, માથામાં દુ:ખાવો, તેમજ થાક અનુભવવો વગેરે..

ડાયટમાં સામેલ કરો નટ્સ અને સીડ્સ

જો કે ધીમે-ધીમે શરીર ખાંડ વિના આદિ થઈ જાય છે. આવામાં શરીરને એનર્જી પૂરી પાડવા માટે તમે ડાઈટમાં નટ્સ અને સીડ્સને સામેલ કરી શકો છો.

વજન ઘટશે

1 મહિના સુધી ખાંડનું સેવન ના કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ખાંડનું સેવન ના કરવાથી કેલેરી ઘટે અને વજન પણ ઝડપથી ઉતરે છે.

સ્કિન માટે ફાયદેમંદ

ખાંડનું સેવન ના કરવાથી સ્કિન પણ હેલ્ધી રહે છે. ખીલ સહિત અન્ય સ્કિન સમસ્યામાંથી પણ ઝડપથી છૂટકારો મળે છે.

Sweet Corn Benefits: ચોમાસામાં મકાઈ ખાવાના ફાયદા