Sweet Corn Benefits: ચોમાસામાં મકાઈ ખાવાના ફાયદા


By Vanraj Dabhi15, Sep 2024 01:25 PMgujaratijagran.com

મકાઈના ફાયદા

મકાઈમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને આયર્ન હોય છે, તેથી તેનું સેવન કરવાથી લોહીની ઉણપ અનેક બીમારીઓ દૂર કરી શકે છે.

હૃદય અને હાડકા

મકાઈમાં મેગ્નેશિયમ હોય છે તેથી તેનું સેવન કરવાથી હાડકાંને મજબૂત કરવાની સાથે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

રોગપ્રતિકારક શક્તિ

મકાઈમાં ફેરુલિક એસિડ અને અન્ય એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, તેથી તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે.

વજન ઘટાડે

મકાઈમાં ફાઈબર વધારે હોય છે, તેથી તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાથી વજન ઘટાડી શકાય છે.

એનિમિયા દૂર કરે

મકાઈમાં ઘણા વિટામિન્સ,મિનરલ્સ અને આયર્ન હોય છે, તેથી તેનું સેવન કરવાથી લોહીની ઉણપને દૂર થાય છે.

મૂડ સારો રાખે

મકાઈના સેવનથી નર્વસ સિસ્ટમની કામગીરી જેવી કે યાદશક્તિ વધારે અને તણાવ ઘટાડે છે.

કરચલીઓ દૂર કરે

મકાઈમાં ફિનોલિક એસિડ અને ફ્લેવોનોઈડ જેવા એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે. જે ફ્રી રેડિકલની સમસ્યાને દૂર કરી ત્વચાને સ્વસ્થ અને કરચલીઓ દૂર કરે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Health Tips અખરોટ ખાવાના ગેરફાયદા