અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આ 6 લોકો માટે નુકસાનકારક પણ સાબીત થઈ શકે છે.
ઘણા લોકોને અખરોટ ખાવાથી એલર્જી થઈ શકે છે, જેના કારણે ખંજવાળ, સોજો, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
અખરોટમાં કેલરી અને ચરબી વધારે હોય છે. તેથી તેના વધુ પડતા સેવનથી વજન વધી શકે છે.
અખરોટ ફાઈબરથી ભરપૂર હોય છે, તેથી તેનું વધુ સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ખાવાથી તમારા લોહીને પાતળું કરે છે.
અખરોટમાં ઓક્સાલેટ હોય છે, જે કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે.
અખરોટના વધુ પડતા સેવનથી કેટલાક લોકોમાં ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.