વરીયાળી ખાવાના અદ્ભુત ફાયદા


By Vanraj Dabhi15, Sep 2024 12:32 PMgujaratijagran.com

વરીયાળીનં સેવન

વરીયાળી ખાવાથી પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાત સહિત ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે.

કેવી રીતે સેવન કરવું?

તમે વરીયાળી અને સાકરને વાટીને ચૂર્ણ બનાવીને ખાઈ શકો છો, આ સિવાય તમે વરીયાળી આખી પણ ચાવી શકો છો.

ગેસ અને કબજિયાત

વરીયાળીને સાકર કે ખાંડ સાથે વાટીને ખાવાથી પેટમાં ગેસ અને કબજિયાતની તકલીફ થતી નથી.

આંખોની રોશની

વરીયાળી અને સાકર ખાવાથી આંખોની દ્રષ્ટિમાં સુધારો થાય છે.

ડાયેરિયા

વરિયાળાને બીલીપત્રના ફળના ગરબ સાથે સવાર સાંજ લેવાથી અજીર્ણ દુર થાય છે.

માઉથફ્રેશનર

મોંઢામાંથી દૂરગંધ આવતી હોય તો, તમે વરીયાળીને માઉથફ્રેશનર તરીકે સેવન કરી શકો છો.

પાચન સારું કરે

ભોજન લીધા પછી વરીયાળી,જીરું અને કાળું મીઠું વગેરે મિક્સ કરી વાટીને ચૂર્ણ બનાવીને હુફાળા પાણી સાથે લેવાથી પાચન સારું કરે છે.

ખાંસી

વરિયાળીને મધ સાથે સેવન કરવાથી ખાસીની સમસ્યા દૂર થાય છે.

પેટમાં દુખાવો

શેકેલી વરીયાળી ચાવવાથી કે તેને ઠંડાઈ સાથે લેવાથી પેટમાં દુઃખાવામાં રાહત મળે છે.

ખાટા ઓડકાર

ખાટા ઓડકારની સમસ્યા દૂર કરવા માટે તમે વરીયાળી અને સાકરનું સેવન કરી શકો છો.

ગળાની ખરાશ

ગાળામાં ખરાશની સમસ્યા હોય તો વરીયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઇ જાય છે.

ભોજનને ફોઇલ પેપરમાં લપેટવાથી શું થાય છે? જાણો