ભોજનને ફોઇલ પેપરમાં લપેટવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi14, Sep 2024 05:28 PMgujaratijagran.com

ફોઇલ પેપર

આજકાલ મોટાભાગના ઘરોમાં રોટલી કે પરાઠાને ગરમ રાખવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આવુ કરવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે? ચાલો જાણીએ.

અલ્ઝાઈમરનું જોખમ

ખૂબ જ ગરમ ખોરાકને પેક કરવાથી તેમાં રહેલા રસાયણો ખોરાકમાં ભળી જાય છે. આવો ખોરાક રોજ ખાવાથી લોકોને અલ્ઝાઈમરનું જોખમ વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી કરે

એલ્યુમિનિયમ ફોઈલમાં રેગ્યુલર ફૂડ પેક કરીને કલાકો પછી ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.

વંધ્યત્વની સમસ્યા

ખોરાકને ફોઈલ પેપરમાં લપેટીને તેને કલાકો પખી ખાવાથી વંધ્યત્વની સમસ્યા થઈ શકે છે.

હાડકાં નબળાં થાય

દરરોજ ફોઈલ પેપરમાં લપેટી કલાકો રાખ્યા બાદ ખોરાક ખાવાથી તમારા હાડકાંને નુકસાન થાય છે.

કિડનીની સમસ્યા

એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલો ખોરાક ખાવાથી કિડનીને નુકસાન પહોંચાડે છે.

પાચન સમસ્યાઓ

એલ્યુમિનિયમ ફોઇલમાં ગરમ ​​ખોરાક લપેટીને કલાકો બાદ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.

ખોરાક ઝેરી છે

WHO ના રિપોર્ટ અનુસાર, રાંધેલા ખોરાકને ફોઇલમાં રાખવાથી જરૂરિયાત કરતાં વધુ એલ્યુમિનિયમ શોષાય છે. મસાલેદાર ખોરાક ખાવો તેનાથી પણ વધુ નુકસાનકારક છે.

વાંચતા રહો

ફોઇલ પેપરમાં લપેટીને ખાવામાં આવતા ખોરાકથી આ સમસ્યાઓનો સામનો કરવો પડી છે. આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Health Tips: એક મહિના સુધી કેળા ખાવાથી સ્વાસ્થ્યને થશે જાદુઈ ફાયદા, તમે જાતે જોઈ શકશો શરીરમાં થતાં ફેરફાર