જે લોકો દરરોજ કેળાનું સેવન કરે છે, તેમના શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે. તો ચાલો જાણીએ 1 મહિના સુધી દરરોજ કેળા ખાવાથી શરીરને શું ફાયદા થશે
કેળામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, વિટામિન B6, પોટેશિયમ અને એન્ટી ઑક્સિડન્ટ જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.
જો તમે તમારા શરીરને તંદુરસ્ત રાખવા માંગતા હોવ તો તમારે એક મહિના સુધી દરરોજ કેળા ખાવા જોઈએ. જેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે.
કેળામાં પુરતા પ્રમાણમાં ફાઈબર હોય છે. જેથી કેળા ખાવાથી શરીર વધારે સમય સુધી ભરેલું રહે છે અને પાચન તંત્ર પણ સુધરે છે. આ ઉપરાંત બ્લોટિંગની સમસ્યા પણ દૂર થાય છે.
કેળામાં એન્ટી ઑક્સીડેન્ટ ગુણ હોય છે. જેથી કેળા ખાવાથી શરીરને પુરતી એનર્જી મળે છે. તમે કેળાને એક્સરસાઈઝ કરતાં પહેલા અથવા નાસ્તામાં સામેલ કરી શકો છો.
કેળામાં પુરતા પ્રમાણમાં પોટેશિયમ હોય છે. જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેને ખાવાથી હાર્ટ સાથે સંકળાયેલી બીમારી થવાનો ખતરો ટળી જાય છે.
કેળામાં વિટામિન-C અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ હોય છે. જેથી કેળા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે શરીરને ઈન્ફેક્શનનો ખતરો ઘટી જાય છે.
કેળામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ મળી આવે છે. આથી કેળાને ખાવાથી હાડકાં મજબૂત બને છે. આ ઉપરાંત સ્કિનમાં પણ ગ્લો દેખાવા લાગશે.