Health Tips: શાકાહારી વ્યક્તિના શરીરમાં પણ ક્યારેય નહીં થાય વિટામિન B12ની ઉણપ


By Sanket M Parekh14, Sep 2024 03:29 PMgujaratijagran.com

વિટામિન B12

વિટામિન B12 શરીરના યોગ્ય વિકાસ અને તેને તંદુરસ્ત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સરગવાના પત્તા

શરીરમાં વિટામિન B12ની કમી થવા પર અનેક ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. એવામાં તેની કમીને દૂર કરવા માટે તમે સરગવાના પત્તાનું સેવન કરી શકો છો.

કેવી રીતે સેવન કરવું

સરગવામાં વિટામિન-A, B2, B6, B12, C, D અને વિટામિન E જેવા પોષક તત્વો હોય છે. તો ચાલો જાણીએ કે વિટામિન B12ની કમીને દૂર કરવા માટે સરગવાના પત્તા કેવી રીતે ખાવા જોઈએ

વિટામિન B12થી ભરપુર

સરગવાનું શાક બનાઈને ખાવા ઉપરાંત તેનો પાઉડર તેમજ તેના પત્તાનો પણ ઉપયોગ કરી શકાય છે. સરગવાના પાન વિટામિન B12થી ભરપુર હોય છે.

જ્યૂસ અથવા શાક તરીકે ઉપયોગ

શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે તમે તેને જ્યૂસ તરીકે પી શકો છો અથવા તેનું શાક બનાવીને પણ ખાઈ શકો છો.

સેન્ડવિચમાં ખાવ

સરગવાનું શાક સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વોથી ભરપુર હોય છે. આ ઉપરાંત તમે સલાડ, સૂપ અથવા સેન્ડવિચમાં પણ સરગવાના પાનનો ઉપયોગ કરી શકો છો.

વિટામિન B12ની ઉણપ

ખાણી-પીણીની ખોટી આદતો અને ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે શરીરમાં વિટામિન B12ની ઉણપ થવા લાગે છે.

આરામ મળશે

શરીરમાં વિટામિન B12ની ઉણપને પૂરી કરવા માટે તમે સરગવાના પત્તા અચૂક ખાવ. જેનાથી તમને જાદુઈ ફાયદો જોવા મળશે.

Dark Chocolate: ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા