લસણ કાર્બોહાઇડ્રેટ્સ, કોપર, ફોસ્ફરસ, પ્રોટીન, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ, કેલ્શિયમ અને સેલેનિયમ વગેરે પોષકતત્વોથી ભરપૂર હોય છે.
લસણ ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતો પણ સ્વાસ્થ્યને પણ ઘણી રીતે લાભ આપે છે.
આજે તમને જણાવીશું કે, લસણની 2 કળી ખાવાથી શું થાય છે? ચાલો વિગતવાર જાણીએ.
જો તમે સવારે ખાલી પેટ લસણની 2 કળી ખાઓ તો તેનાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. આ સાથે હાર્ટએટેક આવવાનું પ્રમાણ ઘડી જાય છે.
લસણમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જેથી સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
લસણમાં શક્તિશાળી એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિવાયરલ ગુણધર્મો છે. જેથી કાચું લસણ ચાવવાથી મૌખિક સ્વાસ્થ્ય સુધરે છે.
લસણમાં ડાયાલિલ ડિસલ્ફાઇડ જેવા બળતરા વિરોધી સંયોજનો હોય છે, જે શરીરમાં કોઈ પણ જગ્યાએ આવતા સોજામાંથી રાહત અપાવે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.