સાંજની હળવી ભૂખ દૂર કરવા ખાવો આ 5 પ્રોટીનયુક્ત નાસ્તા


By Smith Taral06, Sep 2024 06:06 PMgujaratijagran.com

સાંજના સમયે ઘણીવાર ભૂખ લાગે છે, અને આ સમયે તમે હળવો, સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર નાશ્તો કરી શકો છે. આ નાશ્તો તમને ભરપૂર ઊર્જા આપે છે. આ સ્ટોરીમાં આપણે 5 પ્રોટીનયુક્ત નાસ્તાના આઈડિયાસ જોઈશું જેને સરળતાથી તૈયાર કરી શકાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ છે.

ચણાના નાસ્તા

ચણામાં પ્રોટીનની પૂરતી માત્રા હોય છે અને તે અનેક જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. ચણાને નાસ્તામાં શામેલ કરવાથી તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને તમને ભરપૂર એનર્જી આપે છે

સૂકા મેવા

બદામ, કાજુ, પિસ્તા, અને અખરોટ જેવા સૂકા મેવા પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર છે. હળવા મીઠા સાથે શેકેની ખાવાથી ભૂખ મટે છે અને વજન પણ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે

ટોફુ

ટોફુ, જે સોયામાંથી બનાવાય છે, તે પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોનો સ્ત્રોત છે. મીઠું અને મરી સાથે બેક કરેલા ટોફુનો નાસ્તા તરીકે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે

શેકેલા બીજ

કોળું, સૂરજમુખી, અને શણના બીજ પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર છે. મીઠા સાથે સોર્ટે કરેલા આ શેકેલા આ બીજ, સાંજની ચા સાથે ખાઈ શકાય છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પીનટ બટર અને સફરજન

પીનટ બટર અને સફરજનના ટુકડા સ્વાદિષ્ટ લાગે છે. પીનટ બટરમાં ડૂબેલા સફરજનનો હળવો નાસ્તો સાંજના સમયે કરી શકાય છે

આ સ્વાદિષ્ટ ભારતીય ભોજન છે પ્રોટીનથી ભરપૂર