આ સ્વાદિષ્ટ ભારતીય ભોજન છે પ્રોટીનથી ભરપૂર


By Smith Taral06, Sep 2024 04:28 PMgujaratijagran.com

પ્રોટીન શરીર માટે ઘણું જ ઉપયોગી છે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી, ઘણા રોગો સામે રક્ષણ આપે છે. શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવા માટે તમે સ્વાદિષ્ટ ભારતીય ભોજન ખાઈ શકો છો જે પ્રોટીન અને અન્ય પોષકતત્વોથી ભરપૂર છે

રાજમા ચાવલ

કિડની બીન સાથે તૈયાર કરેલી આ ટ્રેડીશનલ ડીશ એ સારા પ્રોટીનનો સ્રોત છે.

ચણા મસાલા

મસાલેદાર ચણા, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર એક સ્વાદિષ્ટ ડીશ છે

દાલ મખની

કાળી દાળ અને લાલ રાજમા સાથે બનાવેલ આ વાનગી, પોષક તત્વોથી ભરપૂર છે.

બેસન ચિલ્લા

ચણાના લોટથી બનેલો આ સ્વાદિષ્ટ પેનકેક, હળવો અને ઉચ્ચ પ્રોટીન ધરાવતો નાસ્તો છે જેને તમે સવાર સાંજ નાશ્તામાં ખાઈ શકો છો

પનીર ભુર્જી

પનીરમાંથી પણ ભરપૂર માત્રામાં પ્રોટીન મેળવી શકાય છે આ માટે તમે પનીરથી બનાવેલી આ ભુર્જી ખાઈ શકો છો તે સ્વાદ અને પ્રોટીનનું બેસ્ટ કોમ્બીનેશન છે.

ફાટેલા હોંઠ માટે ઘી છે એક ઉત્તમ કુદરતી ઉપચાર