ઘી માત્ર રસોઈમાં જ નહીં, પરંતુ હોઠની સંભાળમાં રાખવામાં પણ ઘણું જ ઉપયોગી છે. તેમા રહેલા કુદરતી મોઇશ્ચરાઇઝિંગ અને હીલિંગ ગુણો હોઠને નરમ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ વધુમાં
ઘી એ બેસ્ટ નેચરલ મોઇશ્ચરાઇઝર છે, જે સુકા અને ફાટેલા હોઠને તરત સાજા કરવામાં મદદ કરેછે.
ઘીના કુદરતી હીલીંગ ગુણો ફાટેલા હોઠને આરામ આપે છે અને તિરાડો ઘટાડે છે.
ફાટેલા હોઠ પર ઘી લગાવવાથી તે હળવી ચમક આપે છે, જે હોઠોને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
ઘીમાં રહેલું વિટામિન A અને E હોઠને પોષણ આપે છે અને તેને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે.
ઘી ત્વચાના ડેડ સેલ્સને દૂર કરી નવા કોષો લાવે છે, જેથી હોઠ ફાટે નહી અને સ્વસ્થ રહે છે.
NIH સંશોધન જણાવે છે કે ઘી બળતરા વિરોધી ગુણ ધરાવે છે, જે સૂકા, ફાટેલા હોઠને આરામ આપે છે.