ન્યૂટ્રિશનિસ્ટ દીપશિખા જૈનના જણાવ્યા મુજબ, દરરોજ એક ગ્લાસ છાશ પીવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. જેનાથી પેટની ગરમીને શાંત કરવા, ક્રેવિંગને શાંત કરવા અને વજન ઉતારવામાં મદદ મળે છે.
છાશમાં સારા એવા પ્રમાણમાં પ્રોબાયોટિક્સ, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ચમત્કારિક ફાયદા થઈ શકે છે.
છાશમાં સારા એવા પ્રમાણમાં લિક્વિડ એસિડ હોય છે. જેનાથી સ્કિનને રેડિએટ કરવા અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળે છે. જે સ્કિનને હેલ્ધી અને નેચરલ ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે.
છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે. આવામાં છાશ પીવાથી પાચન તંત્ર સુધરે છે. આ સાથે જ તે આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયાને સુધારવામાં મદદ કરે છે. જેના પરિણામે ગટ હેલ્થ મજબૂત બને છે.
છાશમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. જેનાથી હાડકા મજબૂત બને છે. જેના પરિણામે આર્થરાઈટિસમાં થતાં સાંધાના દુખાવામાં આરામ મળે છે.
છાશ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેના પરિણામે તમે ઑવર ઈટિંગથી બચી જાવ છે. આ સાથે જ ક્રેવિંગને ઘટાડવા માટે વજન ઉતારવા માટે પણ છાશ પીવાથી ફાયદો થઈ શકે છે.
છાશમાં સારા બેક્ટેરિયા હોય છે. જેનું સેવન કરવાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ કરવા અને બીમારીઓથી બચવામાં મદદ મળે છે. આ સાથે જ છાશ શરીરને હાઈડ્રેડ રાખવાનું કામ કરે છે.