Benefits Of Sargava: સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ અનેક સમસ્યાઓ મટાડે છે


By Vanraj Dabhi02, Jan 2025 04:04 PMgujaratijagran.com

સરગવાનું સેવન

શિયાળામાં હેલ્ધી રહેવા માટે ઘણા લોકો સરગવાનું સેવન કરતા હોય છે, પરંતુ સરગવાના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.

સરગવાના ફાયદા

આજે અમે તમને સરગવાના પાંદડાનો ઉપયોગ કરવાની રીત અને તેના ફાયદા વિશે જણાવીશું.

સરગવાની વિવિધ વાનગી

સરગવાની શીંગોમાંથી તમે જ્યૂસ, બાફીને ખાઈ શખાય, શાક, પરાઠા વગેરે વાનગીઓ બનાવી શકાય છે.

સરગવાના પાંદડા

સરગવાના પાનમાં એન્ટી બાયોટીક, એન્ટી ઈમ્ફલેમેટરી, એન્ટી કેન્સર, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન એ,સી અને આયર્ય પણ હોય છે.

ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે

સરગવાના પાનમાં એન્ટી બાયોટીક અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાના પાન દવા જેમ ઉપયોગી છે. બ્લડ સુગરના દર્દીઓએ ડાયટમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ.

પેટની સમસ્યા

સરગવાના પાન પેટમાં કબજીયાત, સોજો, ગેસ સહિતની સમસ્યામાં રાહત આપે છે. તે પાચન ક્રિયાને માટે ખૂબ જ લાભદાયક છે.

હૃદયની બિમારી

સરગવાના પાનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનુ સ્તર વધવાથી શરીરમાં થતી સમસ્યાઓનો ખતરો ટાળે છે.

કેવી રેતી ઉપયોગ કરવો

સરગવાના પાનની ચટણી બનાવીને તેનો ઉયગો ઘરમાં રસોઈ દરમિયાન દાળ, ભાત અને ઢોંસામાં પણ કરી શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Green Tea: ગ્રીન ટી ક્યારે ના પીવી જોઈએ?