બદામ વાળું દૂધ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ચાલો જાણીએ બદામનું દૂધ પીવાથી શું ફાયદા થાય છે?
બદામમાં પ્રોટીન, વિટામીન E, ફાઈબર,કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.
બદામમાં વિટામિન ઈ સારી માત્રા હોવાથી તેનું દૂધ સાથે સેવન કરવાથી ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.
બદામ વાળા દૂધમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત હોય છે, તેથી તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.
બદામ અને દૂધ બંનેમાં ભરપૂર પોષક તત્વો હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
બદામ વાળું દૂધ પીવાથી તમે આખો દિવસ ઉર્જાવાન રહેશો. થાક અને નબળાઈ દૂર કરવા માટે તમે બદામ વાળું દૂધ પી શકો છો.
બદામ વાળું દૂધ પીવાથી તમે તમારું વજન પણ વધારી શકો છો. જે લોકો પાતળા હોય તેઓએ બદામ વાળું દૂધ ચોક્કસપણે પીવું જોઈએ.
બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ લિપિડ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
આ માટે પલાળેલી બદામને પીસીને દૂધમાં મિક્સ કરીને બદામ વાળું દૂધ બનાવી શકો છો.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.