આ લોકોએ માટે પપૈયું છે ઝેર સમાન


By Smith Taral12, Sep 2024 03:57 PMgujaratijagran.com

પપૈયામાં વિટામિન A, વિટામિન C, વિટામિન K, ફોલિક એસિડ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી છે. પરંતું કેટલાત લોકો માટે પપૈયું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કયા લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ

શરીરને સ્વસ્થ રાખે છે

જો તમે લાંબા સમય સુધી શરીરને સ્વસ્થ રાખવામાં માંગો છો તો તમારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું જોઈએ.

આ લોકો ન ખાવું

પૌષ્ટીક ફળ હોવા છતા કેટલાક લોકો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. આવો જાણીએ કયા લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ.

ગર્ભવતી મહિલાઓ

પપૈયામાં પેપેન નામનુું એન્ઝાઈમ હોય છે જેે પેટમાં વિકસતા ગર્ભને નુકસાન પહોંચાડે છે. આ માટે ગર્ભવતી મહિલાઓ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.

જે મહિલાઓ બ્રેસ્ટફીંડીગ કરાવે છે

બ્રેસ્ટફીડીગ કરાવતી મહિલાઓએ પપૈયું ન ખાવું જોઈએ, આમાં રહેલું પેપેન એન્ઝાઈમ બાળકના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે

એલર્જી

જે લોકોને એલર્જી છે તે લોકોએ પપૈયું ખાવાથી નુકસાન થઈ શકે છે માટે આ લોકોએ પપૈયું ખાવાથી બચવું જોઈએ

કીડની સ્ટોન

જે લોકોએ કીડની સ્ટોન છે તેઓ પપૈયાનું સેવન કરવાનું ટાળવું જોઈએ, આનાથી ઓક્સેલિક એસિડ વધે છે જે પથરીની સમસ્યાને વધારી શકે છે.

દવાઓનું સેવન

જો તમે કોઈ મેડીકેશન પર હોવ તો પપૈયુ ખાવા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે નહીંતો તમને ગંભીર સમસ્યા થઈ શકે છે.

ખજૂરને મધમાં પલાળીને ખાવાના સ્વાસ્થ્ય લાભો