Coconut Oil Benefits: શિયાળામાં પગ પર નારિયેળનું તેલ લગાવીને સૂવાથી શું થાય?


By Sanket M Parekh03, Dec 2024 03:46 PMgujaratijagran.com

શિયાળાની સિઝન

શિયાળાની સિઝન હવે શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઠંડીને પગલે શરીરની માંસપેશીઓમાં દુખાવો, તણાવ, ડ્રાય સ્કિન જેવી સમસ્યા થઈ શકે છે. શિયાળામાં અનેક લોકો રાતે પગ પર નારિયેળનું તેલ લગાવીને સૂઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો રાતે પગ પર નારિયેળનું તેલ લગાવવાથી શું થાય છે?

ફાયદેમંદ

રાતે પગ પર નારિયેળનું તેલ લગાવીને સૂવું ફાયદેમંદ નીવડે છે. જેનાથી તમને સ્કિન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેક ફાયદા થઈ શકે છે.

માંસપેશીઓનો દુખાવો દૂર કરે

ઠંડીના પગલે ઘણી વખત આપણને માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. જેનાથી રાહત મેળવવા માટે રાતે નારિયેળનું તેલ પગમાં લગાવી શકાય છે.

સૉફ્ટ સ્કિન મળે

શિયાળાની સિઝનમાં પગ પર નારિયેળનું તેલ લગાવવાથી સ્કિનની ડ્રાયનેદ દૂર કરવામાં મદદ મળે છે. આ સાથે જ પગ સૉફ્ટ થાય છે.

તણાવ દૂર કરે

જો તમે રાતે નારિયેળનું તેલથી થોડા સમય સુધી પગમાં મસાજ કરો છો, તો તેનાથી તણાવ અને સ્ટ્રેસને દૂર કરવામાં સહાયતા મળે છે.

ગાઢ ઊંઘ

શિયાળાની સિઝનમાં શરીર જકડાઈ જવાના કારણે અનેક વખત આપણને રાતે ગાઢ ઊંઘ નથી આવતી. એવામાં તમે નારિયેળના તેલથી પગ પર મસાજ કરશો, તો તમને ઝડપથી ગાઢ ઊંઘ આવશે.

નખની સાઈનિંગ

જો તમે દરરોજ રાતે નારિયેળના તેલને પગ પરથી લગાવો છો, તો તેનાથી નખ હેલ્ધી રહે છે. આ સાથે જ નેઈલ્સની સાઈન પણ જળવાય છે.

થાક દૂર કરે

દિવસભરના થાકને દૂર કરવા માટે તમે દરરોજ રાતે નારિયેળનું તેલ પગ પર મસાજ કરીને સૂઈ શકો છો. જેનાથી થાક દૂર થાય છે અને ફ્રેશ ફિલ કરો છો.

Idli Sambar Recipe: સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ સાંભર બનાવવાની રીત