Idli Sambar Recipe: સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ સાંભર બનાવવાની રીત


By Vanraj Dabhi03, Dec 2024 12:46 PMgujaratijagran.com

સાંભાર રેસીપી

સાંભારએ એક સાઉથ ઈન્ડિયન મસૂર દાળ અને મિશ્ર શાકભાજી સાથે રેસીપી ઘરે સરળતાથી બનાવી શકાય છે ચાલો જાણીએ તેની રીત વિશે.

સામગ્રી

તુવેરની દાળ,સરગવો,પાણી,મીઠું,તેલ,રાઈ-જીરું,તમાલપત્ર,બાદીયા,લવિંગ,તજ,સૂકા લાલ મરચા, હિંગ,અડદની દાળ,મીઠા લીમડાના પાન,ડુંગળી,આદુ-મરચા,ટમેટા,હળદર,લાલ મરચું પાવડર,ખાટી આંબલી,સંભાર મસાલો.

સ્ટેપ-1

સૌ પ્રથમ દાળને ધોઈને પ્રેશર કૂકરમાં નાખીને સારી રીતે બાફી લો અને પછી તેને બ્લેન્ડરથી મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે એક તપેલામાં સરગવાને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરીને રાઈ-જીરું,તમાલપત્ર,બાદીયા,લવિંગ,તજ,સૂકા લાલ મરચા, હિંગ,અડદની દાળ,મીઠા લીમડાના પાન,ડુંગળી ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં આદુ-મરચા,ટમેટા,હળદર,લાલ મરચું પાવડર,મીઠું,ખાટી આંબલી,સંભાર મસાલો ઉમેરો.

સ્ટેપ-5

હવે તેમાં બાફેલી દાળનું મિશ્રણ અને જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્સ કરીને ઉકાળી લો.

સર્વ કરો

તૈયાર છે આપણી સાંભારની રેસિપી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Boil Sweet Potato: પાણી વગર શક્કરિયા બાફવાની યુનિક રીત