પાણી વગર શક્કરિયા બાફવા અશક્ય છે, પરતુ આજે અમે તમને પાણીમાં વગર શક્કરિયા બાફવાની રીત જણાવીશું.
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી વડે શક્કરિયાને સારી રીતે ધોઈ લો.
હવે એક પ્રેશર કૂકરમાં અંદર ઘી ગ્રીસ કરી તેમાં શક્કરિયા મૂકો.
હવે એક વાસણમાં પાણી લો અને તેમાં એક જાડું નેપકીન પલાળીને પાણી નીચવી લો.
હવે જાડુ નેપકી કૂકરમાં રાખેલા શક્કરિયા પર મૂકો અને ઢાંકણ બંધ કરો.
હવે કૂકરની સીટી વગાડ્યા વગર લો ફ્લેમ પર 15 મીનીટ શક્કરિયાને બાફી લો.
હવે કૂકરનું ઢાંકણ ખોલી શક્કરિયાની છાંલ ઉતારીને તમે સર્વ કરી શકો છો.
ટ્રીક ગમે તો ઘરે અજમાવજો, અને આવી વધુ ટિપ્સ એન્ડ ટ્રીક માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.