ભોજન પહેલા ખાવો 3 લસણની કળી, મળશે અઢળક સ્વાસ્થ્ય લાભો


By Smith Taral31, Jul 2024 05:10 PMgujaratijagran.com

લસણ તેના સ્વાદ અને પોષકત્ત્વોને લીઘે રસોઈમાં અને બીમારીઓના ઘરેલું ઉપચારમાં હંમેશાથી ઉપયોગી રહ્યું છે. જો તમે ભોજન પહેલા 3 કળી લસણ ખાવો છો તો તમે અઢળક સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.

હ્રદય રોગનું જોખમ ઘટાડે છે

લસણમા રહેલા ગુણો લોહીમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા મદદ કરે છે, અને બ્લડ પ્રેશરનેે નિયંત્રણમા રાખવામાં મહત્વનો ફાળો આપે છે.

કેન્સયુક્ત કોષો

લસણમા રહેલુ એન્ટીઓક્સીડન્ટ ફ્રી રેડીકલ સામે લડવામાં મદદ કરે છે, અને કેન્સરના કોષોના વિકાસમાં અવરોધ ઉભો કરી કેન્સર જેવા ગંભીર રોગ સામે રક્ષણ આપે છે

એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ

લસણ નેચરલ એન્ટીબાયોટીક તરીકે કાર્ય કરે છે, અને વિવિધ પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે.

સાંધાના દુખાવામાં રાહત

જેમને સાંધાના દુખાવાની તકલીફ રહે છે, તેમની માટે લસણ ફાયદાકારક રહે છે. આમા રહેલી એન્ટી ઈન્ફલામેટરી પ્રોપર્ટીઝ સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે

પાચનશક્તિ વધારે છે

લસણ પેટમાં પાચનમાં મદદરુપ બનતા એન્ઝાઈમને પ્રોત્સાહન આપે છે, આ પાચનતંત્રને ડીટોક્સીફાઈ કરવામાં પણ મદદ કરે છે

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

લસણમાં વિટામિન અને ઘણા પ્રકારના મિનરલ્સ રહેલા હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

કેમ શ્રાવણ મહિનામાં છાશ ન પીવી જોઈએ?