Benefits Of Sprouts: ખાલી પેટે સ્પ્રાઉટ્સ ખાવાના ફાયદા


By Vanraj Dabhi22, Nov 2024 01:00 PMgujaratijagran.com

સ્પ્રાઉટ્સનું સેવન

ઘણા લોકો સ્પ્રાઉટ્સ ખાતા હોય છે,પરંતુ તેના ફાયદા વિશે નથી જાણતા હોતા, ચાલો જાણીએ ખાલી પેટે સ્પ્રાઉટ્સ ખાવાના ફાયદા વિશે.

પોષક તત્વો

સ્પ્રાઉટ્સમાં ફાઈબર ઉપરાંત પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે.

ફણગાવેલા મગ

મગનું સેવન ઘણી રીતે કરી શકાય છે, તેમાંથી બેસ્ટ છ ફણગાવેલ મગ એટલે કે, સ્પ્રાઉટ્સ સવારે ખાલી પેટે ખાવાથી શરીરને બમણો ફાયદો થાય છે.

નિષ્ણાતો શું કહે છે

આયુર્વેદ નિષ્ણાત ડૉ.કિરણ ગુપ્તાના જણાવ્યા અનુંસાર, સ્પ્રાઉટ્સમાં ફાઈબર હોય છે. આ હળવો ખોરાક આપણા પેટને સ્વસ્થ રાખે છે.

એનર્જી આપે

વહેલી સવારે ખાલી પેટે અથવા નાસ્તામાં ખાવામાં આવે તો તે દિવસભર શરીરને એનર્જી પ્રદાન કરે છે.

વજન ઘટાડે

સ્પ્રાઉટ્સ ખાધા પછી, પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને આપણે વધુ પડતું ખાવાથી બચીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

સ્પ્રાઉટ્સમાં વિટામિન સી જેવા ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેથી, તેનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો થાય છે.

ત્વચામાં ચમક આવે

સ્પ્રાઉટ્સમાં વિટામિન A અને C હોય છે, રોજ ખાલી પેટે ખાવાથી આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Benefits of Guava: શિયાળામાં જામફળ ખાવાના ફાયદા