Benefits of Guava: શિયાળામાં જામફળ ખાવાના ફાયદા


By Vanraj Dabhi22, Nov 2024 11:28 AMgujaratijagran.com

જામફળનું સેવન

શિયાળામાં જામફળનું સેવન કરવાથી અનેક ફાયદા મળે છે, તેથી આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

જામફળમાં વિટામિન C પૂરતા પ્રમાણમાં હોય છે, તેથી તેના સેવનથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

વજન ઘટાડે

જામફળમાં ઓછી કેલરી હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. જામફળ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે. આ ફળ ખાવાથી વજન ઓછું કરે છે.

સુગરને કંટ્રોલ કરે છે

જામફળના સેવનથી સુગરને કંટ્રોલ કરી શકાય છે. જામફળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

પાચન તંત્રને મજબૂત બનાવે

જામફળનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેનાથી કબજિયાત દૂર થાય છે. તેનું સેવન કરવાથી સવારે પેટ સારી રીતે સાફ થઈ જાય છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

જામફળનું નિયમિત સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયને મજબૂત બનાવે છે.

ક્યારે સેવન કરવું

જામફળ સવારે વહેલા અથવા તો લંચ પહેલાના નાસ્તામાં ખાવા જોઈએ. સવારના 7 થી 9 વાગ્યાની વચ્ચે ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Curd Benefits: શિયાળામાં દહીં ખાવાના ફાયદા