વાસ્તુશાસ્ત્રમાં ઘરને લગતા કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યો છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં વાસ્તુ દોષ થવાનો ભય રહે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમમાં ખાલી ડોલ રાખવી ખૂબ જ અશુભ માનવમાં આવે છે,વ્યક્તિએ આવું કરવાથી બચવું જોઈએ.
જો તમે બાથરૂમમાં ડોલ ખાલી રાખો છો તો સાવધાન રહો આવું કરવાથી ઘરમાં વાસ્તુ દોષ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ દોષના કારણે ઘણી સમસ્યાઓ આવવા લાગે છે, જેના કારણે આર્થિક સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે.
જો તમને બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત હોય તો તેની કુંડળીમાં ચંદ્ર પર ખરાબ અસર પડી શકે છે અને ચંદ્રની સ્થિતિ નબળી પડી શકે છે.
જો બાથરૂમમાં ડોલ ખાલી રહે તો નકારાત્મક ઉર્જા પણ ઘરમાં રહે છે,નકારાત્મક ઊર્જા પરિવારના સભ્યો પર નકારાત્મક અસર કરે છે.
બાથરૂમમાં આ વાસ્તુ દોષને દૂર કરવા માટે એક ડોલમાં પાણી અને વાદળી રંગનો મગ રાખો આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થશે.
ધર્મ અને આધ્યાત્મિકતાના સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.