ઘરના મુખ્યદ્વાર સાથે જોડાયેલ આ ભૂલો તમને બનાવી શકે છે ગરીબ


By Pandya Akshatkumar10, Sep 2023 03:13 PMgujaratijagran.com

ઘરનો મુખ્ય દ્વાર

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનો પ્રભાવ સમગ્ર ઘરની ઉર્જા પર પડે છે.

તૂટેલો દરવાજો

ઘરનો દરવાજો ક્યારેય તૂટેલો ન હોવો જોઈએ. જો તૂટેલો દરવાજો હોય તો તોને તરત જ બદલાવી દો.

આર્થિક નુકસાન

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તે જો ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય સ્થિતિમાં ન હોય તો આર્થિક નુકસાન થાય છે.

દેવામાં વધારો

જો ઘરના દરવાજામાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં હંમેશા દેવુ રહે છે.

ગંદકી ન હોવી જોઈએ

ઘરના મુખ્ય દરવાજા આગળ ગંદકી કદી પણ ન હોવી જોઈએ. જૂતા પણ દરવાજાની બાજૂમાં રાખવા જોઈએ, સામે કદી ન રાખવા જોઈએ.

દીવો પ્રગટાવો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે સંધ્યાકાળના સમયે દીવો પ્રગટાવો જોઈએ.

ચોખાના દાણાને આ રીતે પર્સમાં રાખવાથી પૈસાનો વરસાદ થશે