ચોખાના દાણાને આ રીતે પર્સમાં રાખવાથી પૈસાનો વરસાદ થશે


By Vanraj Dabhi09, Sep 2023 04:22 PMgujaratijagran.com

જાણો

વાસ્તુ અનુસાર વસ્તુઓ અને દિશાઓનું ઘણું મહત્વ છે,જીવન પર આની ઊંડી અસર પડે છે. આવી જ માન્યાતા વાસ્તુમાં પર્સ વિશે પણ છે, પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવાની મનાઈ છે,ત્યાં કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જ્યોતિષ નિષ્ણાત ડો.રાધાકાંત વત્સ પાસેથી તે બાબતો વિશે જાણીએ.

ચોખાના દાણા

પર્સમાં 21 અખંડ ચોખાના દાણા બાંધીને રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી દિવસભરની આવક થાય છે અને પૈસાની કમી નથી રહેતી.

માતા લક્ષ્મીનું ચિત્ર

તમારે તમારા પર્સમાં દેવી લક્ષ્મીનો ફોટો રાખવો જોઈએ. આ કારણે જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

શ્રીયંત્ર રાખો

શ્રીયંત્ર હંમેશા તમારા પર્સમાં રાખવું જોઈએ. તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેના કારણે કોઈને આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો નથી.

કમળનું બીજ

માતા લક્ષ્મીને કમળનું ફૂલ પ્રિય છે,આ સ્થિતિમાં કમળના બીજને લાલ રંગના કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખો.આમ કરવાથી તમે બિનજરૂરી ખર્ચમાંથી બચી જશો.

કોડીઓ

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તમારા પર્સમાં કોડીઓ રાખી શકો છો, આમ કરવાથી તમે ધન પ્રાપ્તિ મેળવી શકો છો.

પીપળનું પાન

આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હંમેશા તમારા પર્સમાં પીપળાનું પાન રાખો,તેનાથી તમને ઘણો ફાયદો થશે.

પર્સમાં શું ન રાખો

તમે ભૂલથી પણ ફાટેલી નોટ,ચાવી જેવી વસ્તુઓ તમારા પર્સમાં ન રાખો. આ કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

વાંચતા રહો

હંમેશા ધન પ્રાપ્તિ માટે તમારે આ વસ્તુઓ તમારા પર્સમાં રાખવી જોઈએ.આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

10 સપ્ટેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today September 10, 2023