Dark Chocolate: ડાર્ક ચોકલેટ ખાવાના સ્વાસ્થ્ય ફાયદા


By Vanraj Dabhi07, Nov 2024 10:00 AMgujaratijagran.com

ડાર્ક ચોકલેટના ફાયદા

ચોકલેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પોષક તત્વો

ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં ફ્રી રેડિકલને દૂર કરે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયાને વેગ આપે છે. ચોકલેટમાં ફ્લેવોનોઈડ નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

હૃદય માટે ફાયદાકારક

ડાર્ક ચોકલેટમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે હૃદય અને ધમનીઓ માટે ફાયદાકારક હોય છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે

ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે ધમનીઓને આરામ આપવામાં મદદ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

મગજ માટે ફાયદાકારક

ડાર્ક ચોકલેટમાં હાજર રક્ત પ્રવાહ સુધારે છે, જે મગજને વધુ સારી રીતે કાર્ય કરવા સક્ષમ બનાવે છે. જે નબળી યાદશક્તિ તેજ બનાવે છે.

ત્વચા માટે ફાયદાકારક

ડાર્ક ચોકલેટમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ઓક્સિડેટીવ ડેમેજ સામે રક્ષણ આપવાની સાથે સન પ્રોટેક્શનમાં પણ મદદ કરે છે.

વજન કંટ્રોલ કરે

ડાર્ક ચોકલેટ મર્યાદિત માત્રામાં ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. તે ભૂખ ઘટાડે છે અને ભોજન વચ્ચે નાસ્તો ખાવાની ઇચ્છા ઓછી કરે છે.

મૂડને સુધારે છે

ચોકલેટનું સેવન મગજમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ નામના રસાયણોના સ્ત્રાવને વધારે છે, જે મૂડને સુધારવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ

ડાર્ક ચોકલેટ યોગ્ય માત્રામાં ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે. કારણ કે તેમાં હાજર ફ્લેવોનોઈડ્સ ઈન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે, જે શરીર સુગરને નિયંત્રિત કરે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ લોકોએ સૂકી બદામ ખાવી જોઈએ નહીં