વધારે પડતું મીઠું ઝડપથી બ્લડપ્રેશર વધારી શકે છે. જેના પરિણામે હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા થવાનો ખતરો અનેકગણો વધી જાય છે. ખાસ કરીને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
જ્યારે શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે, તો કિડનીને તેને બહાર નીકાળવામાં વધારે મહેનત કરવી પડે છે. જેના પરિણામે ધીમે-ધીમે કિડની નબળી પડવા લાગે છે અને લાંબા ગાળે ડેમેજ થઈ શકે છે.
વધારે મીઠું ખાવાથી તરસ વધારે લાગે છે. મીઠું શરીરમાંથી પાણી ખેંચે છે. જેના પરિણામે ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે.
સતત વધારે મીઠું ખાવામાં આવે, તો તે હાડકામાંથી કેલ્શિયમને શોષી શકે છે. જેના પરિણામે હાડકાં નબળા પડવા લાગે છે, જે આગળ જતાં ઑસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
વધારે મીઠું ખાવાથી પેટ સબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. જેમ કે ગેસ, પેટમાં બળતરા, એસિડિટી. જે પાચન તંત્ર પર વિપરિત અસર કરે છે અને શરીરનું બેલેન્સ બગાડી શકે છે.
વધારે મીઠું ખાવાથી સ્કિન પર વિપરિત અસર થઈ શકે છે. ચહેરા પર ખીલ, એલર્જી, સ્કિન ડલ થવા જેવી સમસ્યા થઈ શકે છે. શરીરમાં ટૉક્સિન જમા થવા લાગે છે.
મીઠાનું વધારે પડતું ખાવાથી હાર્ટ પર દબાણ વધી જાય છે, જેના પરિણામે હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો અનેક ગણો વધી શકે છે. ખાસ કરીને જો તમારી ખાણીપીણીની આદતો પહેલાથી અસંતુલિત હોય છે.