કેન્સર એક જીવલેણ બીમારી છે, જે પુરુષોમાં ઝડપથી વધી રહી છે. સમયાંતરે તપાસ અને યોગ્ય જાણકારીથી કેન્સરનો ખતરો ટાળી શકાય છે. તો ચાલો આ વિશે જાણીતા ઑન્કોલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ચંદ્રા પાસેથી જાણીએ કે, પુરુષોમાં જોવા મળતા સૌથી સામાન્ય કેન્સર ક્યા-ક્યા છે?
ભારતના પુરુષોમાં મોટા ભાગે મોંઢાનું કેન્સર વધારે થતું હોય છે. જેનું મુખ્ય કારણ તમાકું, ગુટકા ચાવવા તેમજ આલ્કોહોલનું સેવન છે. જો કે સમયાંતરે તબીબી તપાસથી તેની સારવાર સંભવ છે.
સિગારેટ, બીડી અને એર પોલ્યૂશન ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે. જે સમયજતાં જીવલેણ થઈ શકે છે, પરંતુ પ્રાથમિક તબક્કે તેની ઓળખી લેવામાં આવે, તો તેની સારવાર શક્ય છે.
આ કેન્સર પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિને સૌથી વધુ પ્રભાવિત કરે છે. વય વધવાની સાથે તેનો ખતરો વધે છે. PSA ટેસ્ટ થકી તેની શરૂઆતના તબક્કામાં જ ઓળખ થઈ શકે છે.
મોટા આંતરડામાં ગાંઠ બનવાના કારણે કોલન કેન્સર થાય છે. જે 50 વર્ષથી વધુ વયના પુરુષોમાં સૌથી સામાન્ય છે. સમયસર સ્કેનિંગ થકી કોલન કેન્સરની જાણ થઈ શકે છે.
આ કેન્સર વ્યક્તિની અન્નનળીને અસર કરે છે. દારૂ, સ્મોકિંગ અને તીખું-તળેલું વધારે ખાવાના કારણે અન્નનળીનું કેન્સર થવાનો ખતરો વધારે રહે છે. એન્ડોસ્કોપી અને બાયોપ્સી થકી તેની જાણ થઈ શકે છે.
વધારે પડતો દારૂ પીવા તેમજ હિપેટાઈટિસનું ઈન્ફેક્શન લિવર કેન્સરનું મુખ્ય કારણ છે. પેટમાં સોજો અને વજન ઉતરવા જેવા લક્ષણો જોવા મળે છે. અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટ થકી લિવર કેન્સરની જાણ થઈ શકે છે.
આ કેન્સર પેશાબની કોથળીમાં થાય છે. વારંવાર પેશાબ આવે, પેશાબમાં પીડા અને યુરિનની સાથે લોહી પડવું તેના મુખ્ય લક્ષણો છે. યુરિન ટેસ્ટ અને સિસ્ટોસ્કોપી થકી બ્લેડર કેન્સરની જાણ થઈ શકે છે.
પુરુષોએ સમયાંતરે પોતાનું નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. પ્રાથમિક તબક્કે કેન્સરની જાણ થાય, તો સમયસર સારવાર મળી જવાથી કેન્સર મુક્ત થઈ શકાય છે.