ખાટી મીઠી દ્વાક્ષ જીભનો સ્વાદ વધારતી હોવાથી દરેક વ્યક્તિ તેને ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેનુ વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે દ્વાક્ષનું વધારે સેવન ન કરવું જોઈએ, નહિ તો તમારું વજન વધી શકે છે.
વધારે દ્વાક્ષ ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. દ્વાક્ષમાં સેલિસિલિક એસિડ હોય છે. જે દુખાવાનું કારણ બને છે.
જે લોકોને કિડનીની સમસ્યા છે. તેમણે દ્વાક્ષનું સેવન વધારે ન કરવું જોઈએ. વધારે દ્વાક્ષ ખાવાથી આ સમસ્યા વધી શકે છે.
દ્વાક્ષમાં હાજર અમુક તત્વોને કારણે એલર્જી થઈ શકે છે. જેમાં કેટલાક લોકોને ત્વચા લાલ થવી અને માથામાં દુખાવો થઈ શકે છે.
દ્વાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. પરંતુ એક દિવસમાં અડધો કપથી વધારે દ્વાક્ષનું સેવન ન કરવું જોઈએ.