Okra Water Benefits: ભીંડાનું પાણી પીવાથી શું થાય?


By Sanket M Parekh14, Feb 2025 04:03 PMgujaratijagran.com

બીમારી દૂર કરતા ભીંડા

ખાવામાં સ્વાદિષ્ટ ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. જેનાથી શરીર સ્વસ્થ અને એનર્જેટીક રહે છે. જો તમે દરરોજ સવારે ભીંડાનું પાણી પીવો, તો તે તમને અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે. આ સાથે જ તે શરીરને અંદરથી સાફ કરવામાં પણ મદદ કરે છે.

ડાયાબિટીશ

ભીંડાના પાણીમાં સૉલ્યુબલ હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે ઈસ્યુલિન સેન્સેટિવિટી વધારે છે. જેના પરિણામે ડાયાબિટીશના દર્દીને ફાયદો થાય છે.

ડાઈઝેસ્ટિવ હેલ્થ

ભીંડાના પાણીમાં રહેલ ફાઈબર પાચનને સુધારવામાં મદદ કરે છે. આ સાથે જ ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે. ભીંડાના પાણીથી ઈન્ટેસ્ટાઈન સાફ રહે છે અને ડાઈઝેશન સારી રીતે થાય છે.

બૉડી ડિટૉક્સ

ભીંડાનું પાણી શરીરમાંથી ટૉક્સિન્સ બહાર નીકાળવાનું પણ કામ કરે છે. નિયમિત ભીંડાનું પાણી પીવાથી કિડની અને લિવર સાફ થાય છે અને શરીર એનર્જેટિક અને ફ્રેશ રહે છે.

હેલ્ધી હાર્ટ

ભીંડાના પાણીમાં પોટેશિયમ અને ફાઈબર હોય છે. જે શરીરમાં કૉલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

મજબૂત હાડકા

ભીંડાના પાણીમાં કેલ્શિયમ અને વિટામિન મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવે છે. આ સાથે જ સાંધાના દુખાવામાં આરામ આપે છે. ભીંડાના પાણીથી સંધિવા અને ઑસ્ટિયોપોરોસિસના દુખાવામાં પણ આરામ મળે છે.

સ્કિન અને હેર

ભીંડામાં ભરપુર એન્ટી ઑક્સિડેન્ટ રહેલા હોય છે, જે સ્કિનને હેલ્ધી અને વાળને મજબૂત બનાવે છે. ભીંડાનું પાણી સ્કિન પરની કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે, તેમજ વાળને સિલ્કી બનાવે છે.

Beetroot Carrot Juice: ગાજર અને બીટનું જ્યૂસ પીવાના 6 ગજબના ફાયદા