Beetroot Carrot Juice: ગાજર અને બીટનું જ્યૂસ પીવાના 6 ગજબના ફાયદા


By Sanket M Parekh14, Feb 2025 03:56 PMgujaratijagran.com

જ્યૂસ કેવી રીતે બનાવશો

આ પોષ્ટિક જ્યૂસ બનાવવા માટે સરખા પ્રમાણમાં ગાજર અને બીટ લઈ લો. હવે તેને મિક્સ્ચરમાં નાંખીને પીસી લો. તેમાં સામાન્ય પાણી નાંખીને પીવા લાયલ પાતળું બનાવો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

લોહીની ઉણપ દૂર કરે

જો કોઈને શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય, તો તેમના માટે ગાજર અને બીટનું જ્યૂસ પીવું ફાયદેમંદ રહે છે, કારણ કે તેમાં ભરપુર આયરન મળી આવે છે.

ઈમ્યુનિટી બૂસ્ટ કરે

ગાજર અને બીટનું જ્યૂસ પીવાથી ઈમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે. હકીકતમાં આ જ્યુસમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન મળી આવે છે.

પાચન સુધારે

ગાજર અને બીટનું જ્યુસ પીવાથી પાચન પણ સુધરે છે. આ બન્નેમાં રહેલા પોષક તત્વો પેટ સાથે સંકળાયેલી સમસ્યામાં આરામ આપવાનું કામ કરે છે.

વાળ માટે ફાયદેમંદ

ગાજર અને બીટનું જ્યૂસ વાળ માટે પણ રામબાણ માનવામાં આવે છે. જેમાંથી શરીરને વિટામિન A, C અને E મળવા સાથે તેના એન્ટી ઑક્સિડેન્ટ ગુણ વાળને ખરતા અટકાવે છે.

સ્કિન માટે ફાયદેમંદ

ગાજર અને બીટનું જ્યૂસ પીવાથી સ્કિનને પણ ફાયદો થાય છે. હકીકતમાં આવું જ્યૂસ પીવાથી સ્કિન હેલ્ધી બનવા સાથે તેને નેચરલ ગ્લો મળે છે.

આંખો માટે લાભદાયી

ગાજર અને બીટનું જ્યુસ આંખો માટે પણ ફાયદેમંદ મનાય છે. જેમાં રહેલ વિટામિન A અને બીટા કેરોટીન આંખોનું તેજ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

Shilajit Benefits For Women: શિલાજીત ખાવાથી સ્ત્રીઓના શરીરમાં કયા ફેરફારો થાય છે?