જો તમે રોજ ભાત ખાશો તો શું થશે? જાણો


By Vanraj Dabhi27, Apr 2025 05:36 PMgujaratijagran.com

રોજ ભાતનું સેવન

દેશના ઘણા ભાગોમાં ચોખાને મુખ્ય ખોરાક માનવામાં આવે છે.

ચોખા હેલ્ધી

ચોખા સ્વાદમાં હળવા તો છે જ સાથે તે, સરળતાથી સુપાચ્ય પણ છે.

પોષક તત્વો

ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, સોડિયમ, મેગ્નેશિયમ, ફોલેટ અને ડાયેટરી ફાઇબર જેવા પોષક તત્વો જોવા મળે છે.

નિષ્ણાતો શું કહે છે?

પોષણશાસ્ત્રી નમામી અગ્રવાલ કહે છે કે ઉનાળામાં દરરોજ ભાત ખાઈ શકાય છે. પરંતુ ભાગ નિયંત્રણ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

ઊર્જાનો સ્ત્રોત

ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ જોવા મળે છે જે શરીરને ઉર્જા આપે છે. સક્રિય જીવનશૈલી જીવતા લોકો માટે ભાત એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

પેટને ઠંડુ રાખે

સાદા ભાત સરળતાથી પચી જાય છે અને પેટને ઠંડુ પાડે છે. ઝાડા, અપચો કે એસિડિટીમાં સાદા ભાત ખાવાથી ફાયદો થાય છે.

ગ્લુટેન-મુક્ત

ચોખા કુદરતી રીતે ગ્લુટેન-મુક્ત અનાજ છે, તેથી ગ્લુટેન એલર્જી અથવા સંવેદનશીલતા ધરાવતા લોકો માટે તે એક સારો વિકલ્પ છે.

કેટલા ખાવા?

નિષ્ણાતોના મતે, તમે દરરોજ એક કે બે વાટકી ભાત ખાઈ શકો છો. આનાથી વધુ ખાવાથી બ્લડ સુગર વધી શકે છે.

પુરુષો કે સ્ત્રીઓ: કોને વધુ કેલ્શિયમની જરૂર છે?