Hing Benefits: દરરોજ એક ચપટી હિંગ ખાવાથી શું થાય?


By Sanket M Parekh12, Feb 2025 04:12 PMgujaratijagran.com

આયુર્વેદિક ઔષધી

હિંગનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે કરવામાં આવે છે. જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે ફાયદેમંદ હોય છે. જેના સેવન માત્રથી શરીરને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે.

એક ચપટી હિંગ

હિંગમાં અનેક પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. હિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તેને કુદરતી ટોનિક બનાવે છે. આજે અમે આપને એક ચપટી હિંગ ખાવાના ચમત્કારિક ફાયદા વિશે જણાવીશું...

મેટાબૉલિઝમ સુધારે

દરરોજ એક ચપટી હિંગ ખાવાથી મેટાબોલિઝમ સુધરે છે અને કેલેરી બર્ન થાય છે. જેના પરિણામે સરળતાથી વજન ઉતારી શકાય છે.

સ્કિન માટે ફાયદેમંદ

હિંગમાં અનેક પ્રકારના એન્ટી ઑક્સિડેન્ટ હોય છે, જે સ્કિન માટે ફાયદેમંદ હોય છે. જેને તમે ખોરાકની સાથે અથવા તો ગરમ પાણી સાથે દરરોજ એક ચપટી લઈ શકો છો. જેનાથી તમારી સ્કિનને નેચરલ ગ્લો પ્રાપ્ત થશે.

શરદી-ઉધરસ મટાડે

સિઝનલ બીમારીઓ દરમિયાન હિંગ ખાવી ફાયદેમંદ રહે છે. જેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ શરદી-ઉધરસમાં રાહત આપવાનું કામ કરે છે.

માંસપેશીઓનો દુખાવો દૂર કરે

હિંગમાં એવા તત્વો હોય છે, જે શરીરમાંથી સોજા ઉતારવાનું કામ કરે છે. શિયાળામાં દરરોજ એક ચપટી હિંગ ફાકવાથી માંસપેશીઓનો દુખાવો દૂર થાય છે.

પાચન સબંધિત સમસ્યા

આજકાલ પાચન સબંધિત સમસ્યા વધી રહી છે, એવામાં હિંગ ખાવી ફાયદેમંદ રહે છે. ચપટી હિંગ ભોજન પછી થતી કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે ગરમ પાણીમાં ચપટી હિંગને ઓગાળીને લઈ શકો છો.

Bad Cholesterol: ઘી ખાતા સમયે આ 5 ભૂલ કરશો, તો વધી જશે બેડ કૉલેસ્ટ્રોલ