Bad Cholesterol: ઘી ખાતા સમયે આ 5 ભૂલ કરશો, તો વધી જશે બેડ કૉલેસ્ટ્રોલ


By Sanket M Parekh12, Feb 2025 04:06 PMgujaratijagran.com

રાતે ખાવું

દિવસ અથવા બપોરના સમયે ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડી શકે છે. જો કે રાતના સમયે ઘી સારી રીતે નથી પચી શકતું, જેના પરિણામે કૉલેસ્ટ્રોલ વધી શકે છે.

પ્રોસેસ્ડ ઘી

જો તમે પ્રોસેસ્ડ કે ખરાબ ઘી ખાતા હોવ, તો તેનાથી પણ શરીરમાં ટ્રાન્સ ફેટ વધી શકે છે. જે કૉલેસ્ટ્રોલ વધારવાનું કારણ બને છે.

જંક ફૂડ સાથે ઘી

ઘણાં લોકો જંક ફૂડ સાથે પણ ઘી ખાતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડી શકે છે. જે શરીરમાં ઝડપથી બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધારે છે.

વધારે ગરમ ઘી

ગરમા-ગરમ ઘી ખાવું પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે આમ કરવાથી ઘીમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને પરિણામે બેડ કૉલેસ્ટ્રોલ વધી શકે છે.

લિમિટમાં ઘી લેવું

દરરોજ 1-2 ચમચી ઘી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોઈ શકે છે. જો કે તેના કરતાં વધારે ઘી ખાવાથી શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલ વધવા લાગે છે.

તબીબની સલાહ

જો તમને પણ બેડ કૉલેસ્ટ્રોલની સમસ્યા લાંબા સમયથી હોય, તો એવામાં એક વખત તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

Saunf Mishri Benefits: વરિયાળી અને સાકર એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?