દાડમ અનેક પોષકતત્વોથી ભરપુર હોય છે, જેથી તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે અનેકરીતે ફાયદેમંદ નીવડે છે. જો તમે શિયાળામાં દરરોજ એક દાડમનું સેવન કરશો, તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો. આ વિશે ફોર્ટિસ હોસ્પિટલના ફોર્મર ડાયેટિશિયન ડૉ. સિમરન સૈની પાસેથી વિગતવાર જાણીએ...
દાડમ વિટામિન C, વિટામિન K અને વિટામિન B ઉપરાંત ફાઈબર, પોટેશિયમ, આયરન, ઓમેગા-6 ફેટી એસિડ, જીંક, એન્ટી ઈફ્લેમેન્ટરી અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણોથી ભરપુર હોય છે.
શિયાળામાં શરદી-ઉધરસની સમસ્યા થવી સામાન્ય છે. એવામાં જો તમે દરરોજ એક દાડમ ખાવ છો, તો તેનાથી તમારી રોગ પ્રતિકારકશક્તિ મજબૂત બને છે. ઈમ્યુનિટી બૂસ્ટ થતાં જ શરીરને અનેક સિઝનલ બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.
જો તમને શિયાળામાં પાચન સબંધિત સમસ્યા રહેતી હોય, તો તમારે ડાયટમાં દાડમ સામેલ કરવી જ રહી. દાડમમાં રહેલા પોષક તત્વો પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે.
જો તમારા શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય, તો તમે દરરોજ એક દાડમ ખાવાનું શરુ કરી દો. દાડમ આયરનથી ભરપુર હોય છે, જે તમારી લોહીમાં ઉણપની સમસ્યાને ઝડપથી દૂર કરી શકે છે.
દાડમમાં રહેલા એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ શરીરમાં સોજાની સમસ્યા ઓછી કરવામાં મદદરૂપ થાય છે. એવામાં સોજા આવવા પર દાડમનું સેવન કરવું ફાયદેમંત નીવડી શકે છે.
શિયાળામાં પણ સ્કિનને ગ્લોઈંગ અને હેલ્ધી જાળવી રાખવા માટે તમે દરરોજ એક દાડમનું સેવન કરી શકો છો. દાડમ ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
શિયાળામાં દરરોજ એક દાડમનું સેવન કરવું મગજ માટે પણ ફાયદેમંદ નીવડે છે. દાડમનું સેવન યાદશક્તિ તેજ કરવામાં મદદરૂપ થાય છે.